Monday, June 22, 2026

GPRB LRD Answer Key Objection Form Data: પ્રશ્ન ૧૮, ૧૯ અને ૨૦ માં ૧૦૫% ની ગંભીર ક્ષતિ! બેઠો ડેટા અને પુરાવો કોપી કરો

 

⚠️ LATEST UPDATE / LIVE OBJECTION DATA

GPRB LRD ઓબ્જેક્શન ફોર્મ ડેટા (પ્રશ્ન ક્રમ: ૧૮, ૧૯ અને ૨૦)

GPRB ઓનલાઇન ફોર્મનું ખાનું સબમિટ કરવાની વિગતવાર માહિતી (બેઠી કોપી કરી લો)
Que. No. of Master Answer Key: 18, 19, 20 (ડેટા સેટ આધારિત પ્રશ્નો)
Candidate's Suggested Answer: ટીક કરો: X (All options are wrong) / સરખા જવાબના આપેલ તમામ વિકલ્પ ખોટા છે.
Provisional Answer: વિકલ્પ (D) - ઉપરોક્ત પૈકી કોઈ નહીં
Description (Max 1000 chars): આદરણીય અધ્યક્ષશ્રી, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB). સવિનય જણાવવાનું કે તારીખ ૧૪/૦૬/૨૦૨૬ ના રોજ યોજાયેલ લોકરક્ષક પરીક્ષાના માસ્ટર પ્રશ્નપત્ર સિરીઝ-M માં ડેટા સેટ (Data Interpretation) આધારિત પ્રશ્ન ક્રમ ૧૮ થી ૨૦ માં ગંભીર ગાણિતિક વિસંગતતા છે. ગાણિતિક નિયમ મુજબ કોઈપણ સંસ્થાનું કુલ બજેટ હંમેશા ૧૦૦% જ હોઈ શકે. પરંતુ પ્રશ્નમાં આપેલા તમામ ૫ વિભાગોની ટકાવારીનો સરવાળો (સેલ્સ ૨૫% + માર્કેટિંગ ૩૦% + આઈ.ટી. ૨૦% + માનવ સંસાધન ૧૫% + ઓપરેશન ૧૫%) કરવાથી કુલ ટકાવારી ૧૦૫% થાય છે, જે ગાણિતિક રીતે અશક્ય છે. આ ખોટા ડેટા સેટના કારણે પ્રશ્ન ૧૮ ની ગણતરી કરતા સાચો જવાબ ૧૪,૨૮,૫૭૧.૪ આવે છે, પ્રશ્ન ૧૯ માં બાકી રકમ ૩૨,૧૪,૨૮૬ આવે છે, અને પ્રશ્ન ૨૦ માં વાર્ષિક અંદાજના ઘટાડા સાથે આઈ.ટી. ની ફાળવણી ૫૪,૨૮,૫૭૧.૪૨ આવે છે. આ સાચા જવાબો આપેલા વિકલ્પોમાં ક્યાંય ઉપલબ્ધ જ નથી. મૂળ ડેટા સેટ જ ખામીયુક્ત હોવાથી ઉમેદવારોના વ્યાપક હિતમાં આ ત્રણેય પ્રશ્નો રદ કરવા અથવા સુધારો કરવા સાદર વિનંતી છે.
Name of the book: GPRB Master Question Paper Series-M (ગાણિતિક સિદ્ધાંતો અને પાય-ચાર્ટ નિયમો)
Page No.: માસ્ટર પ્રશ્નપત્ર પૃષ્ઠ ક્રમ (પ્રશ્ન ૧૮, ૧૯ અને ૨૦ નો ડેટા વિભાગ)
Author: Expert Committee / પેપર સેટર સમિતિ (GPRB)
Name and address of publisher: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB), બંગલા નંબર - ૭, સરકારી બંગલા, ગાંધીનગર, ગુજરાત.
Year of Publication: ૨૦૨૬ (પરીક્ષા તારીખ: ૧૪/૦૬/૨૦૨૬)
Website: https://lrdgujarat2026.in (અથવા ફોર્મની સત્તાવાર વેબસાઇટ)
⚠️ ઉમેદવારો માટે ઓનલાઇન ફોર્મ સબમિશન ગાઈડલાઈન:
  • ફાઈલ ફોર્મેટ: વાંધા અરજી સબમિટ કરવા માટે તમારી ગણતરીવાળી ફાઈલ ફક્ત PDF Format માં જ અપલોડ કરવી.
  • ફાઈલ સાઈઝ: પીડીએફ ની સાઈઝ ફરજિયાત 1kb થી 1.5mb ની વચ્ચે હોવી જોઈએ. मैक्सिमम ૩ પેજ અપલોડ કરી શકાશે.
  • મહત્વની સૂચના: એકવાર ફાઈલ અપલોડ કરી સબમિટ કર્યા પછી કોઈ પણ સુધારો-વધારો કે ડિલીટ કરી શકાશે નહીં.

No comments:

Post a Comment

Welcome