હેમચંદ્રાચાર્ય,હેમચંદ્રાચાર્ય નો ઇતિહાસ Hemchandracharya Swami

કલિકાલસર્વજ્ઞ

હેમચંદ્રાચાર્ય

હેમચંદ્રાચાર્ય નો ઇતિહાસ Hemchandracharya Swami,હેમચંદ્રાચાર્યનો જીવન પરિચય (બાયોગ્રાફી) | Hemchandr,સિદ્ધહેમ શબ્દાનુશાસન pdf,Hemchandracharya wrote a

    આચાર્ય હેમચંદ્ર ની કથા પુરાણ કથા જેવી જુગ જુની નથી. હજી તો કાગળ ની કેડી એ પડખું ફેરવે લા ઇતિહાસના પૃષ્ઠો પર નજર નાખી શકાય એટલી જ પુરાણી છે. માત્ર નવસો વર્ષ પુરાણી. છતાં જાણે ગઇકાલે બનેલી વાત કોઈ પૌરાણિક કથા જેવી રોમાંચક છે.
   ધંધુકામાં વિહારે પધારેલા દેવચંદ્ર સૂરિ ના દર્શને આવેલી પાહિણી સાથે તેનો પાંચ વર્ષનો પુત્ર ચાંગદેવ પણ છે.દિવ્યદ્રષ્ટિ વાળા આચાર્ય બાળક પર નજર નાખતાં જ બાળકનું હીર પારખી લીધું આંખો મીંચી દીધી ,વિચારમાં ઉતરી ગયા તેમણે પાહિણીને કહ્યું માતા તારો પુત્ર એક અદ્દભૂત પુરુષ થવા સર્જાયો છે એને તું માત્ર તારો પુત્ર ન સમજતાં એને મહાન સરસ્વતીપુત્ર-ધમૅપુત્ર બનાવ. તારો પુત્ર ને તું મને સોંપી દે. ગૌતમનો એ બીજો અવતાર થશે.તીવ્ર અને મનોમંથન બાદ ગુરુના શબ્દોમાં શ્રદ્ધા રાખીને માતાએ પુત્રને જગત કલ્યાણાર્થે આચાર્ય ને સોંપી દીધો. આચાર્યને એને ખંભાત લઈ ગયા
    બાળક ચાંગદેવ ગુરુ પાસે ધર્મના પાઠ ભણી રહ્યો હતો. હવે તે નવ વરસનો થયો હતો. સુરી ની ઈચ્છા મુજબ ખંભાતના સૂબા ઉદયના મંત્રીએ ચાંગદેવની ઠાઠમાઠથી દીક્ષા અપાવી. સંવત ૧૧૫૪,મહા સુદ ૧૪ અને શનિવારના એક દિવસ હતો.દીક્ષિત ચાંગદેવ હવે સોમચંદ્ર બન્યા. દીક્ષા લીધા બાદ પછી સોમચંદ્ર કઠોર સાધનામાં એકાગ્ર થઈ ગયા. આચારપાલન, ઉચ્ચ વિચાર અને વિદ્યાભ્યાસમાં તેમનું બ્રહ્મતેજ ખીલી ઉઠ્યું.તેમણે જૈન શાસ્ત્રોનો અને  જૈન ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો.

   માલવ દેશ જીતીને સિદ્ધરાજે આણ વર્તાવી હતી .ત્યાંનો પુસ્તક ભંડાર રાજા ની નજરે ચડતાં તેમાં શું-શું છે તે જાણવા પોતાની જિજ્ઞાસા ને તે રોકી શક્યા નહીં .કહ્યું મહારાજ આ ભંડારમાં રાજા ભોજે બનાવેલું એક અદભુત વ્યાકરણ છે. દેશભરની પાઠશાળામાં તેનો અભ્યાસ થાય છે પાટણમાં પણ તેનો જ અભ્યાસ થાય છે. રાજ્ય આ આ કે ભંડાર પાટણમાં લઈ જઈને આચાર્ય હેમચંદ્રને સોંપવા આજ્ઞા કરી. થોડા સમય બાદ સિધ્ધરાજ પાટણ આવા આવતા રાજાને આચાર્ય કહ્યું  : આપણી પાઠ શાળાઓમાં આપણું પોતાનું અંલકારશાસ્ત્ર ન હોવાથી આપણા વિદ્યાર્થીઓને પરાયુ વ્યાકરણ અને  પરાયું અંલકારશાસ્ત્ર ભણવું પડે છે.જવાબમાં સિદ્ધરાજે આચાર્યશ્રીને એકસુંદર વ્યાકરણ, અલંકારશાસ્ત્ર છંદશાસ્ત્ર, અને શબ્દકોશ તૈયાર કરવા વિનંતી કરી.
 
 આ વ્યાકરણ ઉપરાંત આચાર્યશ્રી એક શબ્દ કોષ  વૈદિકનિધંટુ , ધાતુપરાયણ, કાવ્યાનુશાસન,છંદાનુશાસન દ્વયાશ્રય,મહાકાવ્ય વગેરે અનેક ગ્રંથોની રચના કરી .સાધ્વીશ્રી પાહિણી સંવત ૧૨૧૧ માં સ્વર્ગવાસી થતાં તેમના સ્મરણાર્થે હેમચંદ્રાચાર્ય સાડાત્રણ લાખ નવા શ્લોકો રચીને અને ભવ્ય અંજલિ આપી હતી. અને આજે 900 વર્ષ પછી પણ આચાર્યશ્રીનું  'સિદ્ધહેમ શબ્દાનુશાસન'  વ્યાકરણ એવું જ અપૂર્વ રહ્યું છે .હેમચંદ્રાચાર્ય પોતાના પુરોગામીએ રચેલા વ્યાકરણ ત્રુટિઓ દૂર કરી, એમાંની ક્લિષ્ટતા  દૂર કરી અને સરળ રજૂઆત કરી. સળંગ સૂત્રરૂપે તેમણે આખી રચનાને અવતારી છે.
Hemachandra Jain

Information about hemchandracharya in gujarati

Hemachandra books


No comments:

Post a Comment

Welcome

Update..

UGC NET result 2024 link

 UGC net result 2024 link UGC result link 2024 with a result mark show  UGC result  UGC marksheet view UGC result chek link UGC result link