🌸
સુ-સ્વાગતમ્
વાર્ષિક પાઠ આયોજન (બી.એડ. સેમ-૪)
પાઠ આયોજન અનુક્રમણિકા
🎯 સામાન્ય હેતુઓ અને પદ્ધતિઓ
વિશિષ્ટ ક્ષમતાઓ અને હેતુઓ
• જ્ઞાન: વિદ્યાર્થીઓ અલંકારનું જ્ઞાન પ્રાપ્ત કરે.
• સમજ: વિદ્યાર્થીઓ અલંકારની આંતરિક સમજ મેળવે.
• ઉપયોજન: વિદ્યાર્થીઓ અલંકારનો વ્યાવહારિક ભાષા વ્યવહારમાં ઉપયોગ કરતા શીખે.
• કૌશલ્ય: વિદ્યાર્થીઓની તર્કશક્તિ, કલ્પનાશક્તિનો વિકાસ થાય અને અર્થગ્રહણ કેળવે.
• સમજ: વિદ્યાર્થીઓ અલંકારની આંતરિક સમજ મેળવે.
• ઉપયોજન: વિદ્યાર્થીઓ અલંકારનો વ્યાવહારિક ભાષા વ્યવહારમાં ઉપયોગ કરતા શીખે.
• કૌશલ્ય: વિદ્યાર્થીઓની તર્કશક્તિ, કલ્પનાશક્તિનો વિકાસ થાય અને અર્થગ્રહણ કેળવે.
પદ્ધતિ - પ્રયુક્તિઓ
• પદ્ધતિઓ: આગમન-નિગમન પદ્ધતિ, ઉદાહરણ પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, કથન પદ્ધતિ.
• પ્રયુક્તિઓ: પ્રશ્નોત્તરી પ્રયુક્તિ, દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ.
• પ્રયુક્તિઓ: પ્રશ્નોત્તરી પ્રયુક્તિ, દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ.
📚 શૈક્ષણિક સાધનો અને સંદર્ભ સાહિત્ય
શૈક્ષણિક સાધનો (TLM)
બોર્ડ, ચોક, ડસ્ટર, સ્માર્ટ ચાર્ટ T.L.M., રોલ-અપ-બોર્ડ અને વિશિષ્ટ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમોના સાધનો.
સંદર્ભ સાહિત્ય (Reference Books)
૧. ગુજરાતી પાઠ્યપુસ્તક (ધોરણ-૮): ગુ.રા.પા.પુ. મંડળ, ગાંધીનગર (પાના નં: 25-27)
૨. ગુજરાતી વ્યાવહારિક વ્યાકરણ: ગુર્જર પ્રકાશન
૩. ગુજરાતી વ્યાકરણ પરિચય: પ્રો. ડૉ. ડી. સી. ભટ્ટ (પાના નં: 231)
૨. ગુજરાતી વ્યાવહારિક વ્યાકરણ: ગુર્જર પ્રકાશન
૩. ગુજરાતી વ્યાકરણ પરિચય: પ્રો. ડૉ. ડી. સી. ભટ્ટ (પાના નં: 231)
સોપાન ૧
🖼️ વિષયાભિમુખ (Introduction - ચિત્ર પ્રદર્શન દ્વારા)
શિક્ષકની પ્રવૃત્તિ
શિક્ષક વર્ગખંડમાં બે અલગ-અલગ બાળકીઓના ચિત્રો (એક સામાન્ય અને એક આભૂષણો વાળી) પ્રદર્શિત કરીને નીચે મુજબના પ્રશ્નો પૂછશે:
૧. આ બંનેમાંથી કયું ચિત્ર વધારે સુંદર અને આકર્ષક દેખાય છે?
૨. આપેલ ચિત્ર આટલું બધું આકર્ષિત શા માટે લાગે છે?
૧. આ બંનેમાંથી કયું ચિત્ર વધારે સુંદર અને આકર્ષક દેખાય છે?
૨. આપેલ ચિત્ર આટલું બધું આકર્ષિત શા માટે લાગે છે?
વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ
વિદ્યાર્થીઓ ચિત્રનું ધ્યાનપૂર્વક અવલોકન કરીને જવાબો આપશે:
૧. ઘરેણાં અને આભૂષણ યુક્ત ચિત્ર વધારે સુંદર દેખાય છે.
૨. કારણ કે તેમાં બાળકીએ સુંદર શણગાર અને આભૂષણો ધારણ કરેલા છે.
૧. ઘરેણાં અને આભૂષણ યુક્ત ચિત્ર વધારે સુંદર દેખાય છે.
૨. કારણ કે તેમાં બાળકીએ સુંદર શણગાર અને આભૂષણો ધારણ કરેલા છે.
🎯 હેતુ કથન (Announcement of Topic)
શિક્ષક કથન કરશે: "વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણા શરીરની શોભા વધારવા માટે આપણે આભૂષણો અને ઘરેણાં પહેરીએ છીએ, તેવી જ રીતે ભાષામાં કાવ્ય-પંક્તિની શોભા વધારવા માટે જે ભાષાકીય ભાવો કે ચમત્કૃતિ વપરાય છે તેને 'અલંકાર' કહેવાય છે. આજે આપણે વ્યાકરણ અંતર્ગત અલંકારનો વિગતવાર અભ્યાસ કરીશું."
સોપાન ૨
📖 વિષય નિરૂપણ (Presentation & Explanation)
શિક્ષકની પ્રવૃત્તિ (અલંકાર પરિચય અને વ્યાખ્યા)
• શિક્ષક અલંકાર શબ્દનો અર્થ સમજાવશે: અલંકાર એટલે આભૂષણ. કાવ્યપ્રકાશના મતાનુસાર જેમ કટક-કુંડળ શરીરની શોભા વધારે છે તેમ અલંકારો કાવ્યના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે.
• શિક્ષક ફ્લેશ કાર્ડ બતાવીને અલંકારના મુખ્ય બે પ્રકારો સમજાવશે:
૧. શબ્દાલંકાર: જ્યાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય.
૨. અર્થાલંકાર: જ્યાં અર્થ દ્વારા સૌંદર્ય પ્રગટે.
• શિક્ષક ફ્લેશ કાર્ડ બતાવીને અલંકારના મુખ્ય બે પ્રકારો સમજાવશે:
૧. શબ્દાલંકાર: જ્યાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય.
૨. અર્થાલંકાર: જ્યાં અર્થ દ્વારા સૌંદર્ય પ્રગટે.
મુખ્ય અલંકારોની સમજૂતી (ઉદાહરણ સહિત)
• યમક અલંકાર: જ્યારે પંક્તિમાં એક જ શબ્દ બે જગ્યાએ આવતો હોય અને બંને જગ્યાએ તેનો અર્થ અલગ થતો હોય.
ઉદાહરણ: (૧) બંસીએ બંસી વગાડી. (૨) જવાની તો જવાની.
• અંત્યાનુપ્રાસ અલંકાર: જ્યારે બે પંક્તિ કે ચરણને અંતે સમાન પ્રાસ મળતો હોય.
ઉદાહરણ: જેની જશોદા માવલડી, ચરાવે ગોકુલ ગાવલડી.
• વર્ણાનુપ્રાસ (વર્ણસગાઈ): જ્યારે પંક્તિમાં એકનો એક વર્ણ (અક્ષર) ત્રણ કે તેથી વધુ વાર પુનરાવર્તિત પામે.
ઉદાહરણ: મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે લોલ.

વિદ્યાર્થીઓ વ્યાખ્યાઓ ધ્યાનથી સાંભળશે, પ્રદર્શન ચાર્ટ નિહાળશે અને પોતાની નોંધપોથીમાં મુખ્ય પ્રકારો અને ઉદાહરણો નોંધી લેશે.
સોપાન ૩
📝 શ્યામફલક કાર્ય (Digital Blackboard Summary)
કાપા કાર્ય નોંધ | વિષય: ગુજરાતી | વિષયાંગ: અલંકાર | ધોરણ: ૮
✨ મુખ્ય અલંકાર અને તેના શ્રેષ્ઠ ઉદાહરણો:
| યમક અલંકાર | અંત્યાનુપ્રાસ અલંકાર | વર્ણાનુપ્રાસ અલંકાર |
|---|---|---|
| • બંસીએ બંસી વગાડી. • જવાની તો જવાની. • અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા. |
• જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી. • ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર. |
• મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ. • કાકાએ કાકીને કાચબા જેવું કહ્યું. • નટવર નિરખ્યા નેહ. |
સોપાન ૪
📊 મૂલ્યાંકન કસોટી (Online Test / Evaluation)
મૂલ્યાંકન પ્રશ્નો (શિક્ષક પ્રવૃત્તિ)
૧. અલંકારના મુખ્ય કેટલા પ્રકાર છે?
૨. વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ આપો.
૩. વર્ણાનુપ્રાસ અલંકારને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
૪. 'કામિની કોકિલા કેલિ કૂંજન કરે' - આ કયો અલંકાર છે?
૫. 'છેટે બાણ બહુ સણસણા' - અલંકાર ઓળખાવો.
૨. વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ આપો.
૩. વર્ણાનુપ્રાસ અલંકારને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
૪. 'કામિની કોકિલા કેલિ કૂંજન કરે' - આ કયો અલંકાર છે?
૫. 'છેટે બાણ બહુ સણસણા' - અલંકાર ઓળખાવો.
અપેક્ષિત જવાબો (વિદ્યાર્થી પ્રવૃત્તિ)
૧. ૨ (શબ્દાલંકાર અને અર્થાલંકાર)
૨. મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ.
૩. વર્ણસગાઈ
4. વર્ણાનુપ્રાસ અલંકાર
૫. અંત્યાનુપ્રાસ / વર્ણાનુપ્રાસ
૨. મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ.
૩. વર્ણસગાઈ
4. વર્ણાનુપ્રાસ અલંકાર
૫. અંત્યાનુપ્રાસ / વર્ણાનુપ્રાસ
સોપાન ૫
🏡 સ્વાધ્યાય કાર્ય (Homework)
👉 યમક અલંકાર, વર્ણાનુપ્રાસ અલંકાર અને અંત્યાનુપ્રાસ અલંકારના ત્રણ-ત્રણ નવા ઉદાહરણો તમારી ઘરકામની નોટબુકમાં લખીને લાવવા.
No comments:
Post a Comment
Welcome