Gujarat Police Bharti 2024: લોકરક્ષક ભરતી નિયમોમાં ફેરફાર, દોડ માત્ર હવે પાસ કરવાની જ રહેશે, તેના માર્કસ ગણવામાં નહીં આવે, વાંચો વિગતે
લોકરક્ષક (LRD) ભરતી માટે સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં હવેથી શારીરિક કસોટીમાં દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવામાં આવશે નહીં. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો Objective MCQ Test માં ભાગ લઈ શકશે. ગુજરાત પોલીસ ભરતી 2024 (Gujarat Police Bharti 2024) ની રાહ જોઈ રહેલ ઉમેદવાર આ નિયમો અને તેનો અભ્યાસક્રમ (Syllabus) ખાસ અહીથી જુઓ.
Gujarat LRD Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી નવા નિયમો જાહેર
લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંકયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર. લોકરક્ષક ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ઓબ્જેકટિવ એમ.સી.કયુ. ટેસ્ટમાં ભાગ લઈ શકશે.
100 ગુણના બદલે 200 ગુણનું પેપર
100 ગુણની MCQ ટેસ્ટને બદલે હવે 200 ગુણનું પેપર લેવાશે. પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે. તેના કોઈ ગુણ રહેશે નહીં.
વજનને ધ્યાને નહીં લેવામાં આવે
પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્દ કરવામાં આવ્યું છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઇંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેકટિવ ટેસ્ટમાં ભાગ લઈ શકશે.
અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની પરીક્ષા લેવામાં
બદલે હવે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેકટિવ ટાઈપ એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-1 અને ભાગ-2 એમ બે ભાગમાં લેવામાં આવશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે.
જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડેન્સ એક્ટ જેવા વિષયો રદ્દ કરીને નીચે મુજબના વિષયો રાખવામાં આવ્યા છે
Gujarat Police Bharti Syllabus 2024: ગુજરાત પોલીસ ભરતીનો નવો અભ્યાસક્રમ
પોલીસ ભરતીના નવા અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
gujarat police new rr
Gujarat Police Bharti 2024 Constable, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 Gujarat Police Constable Recruitment 2021: Apply online for ... - News
LRB Gujarat Constable Recruitment 2021, Apply Online for
Gujarat Police 2023: Notification, Exam Date & More - Prepp
No comments:
Post a Comment
Welcome