તારીખ:-24/02/2020
સ્થળ:- મોટેરા સ્ટેડિયમ (અમદાવાદ)
કાર્યક્રમ:- નમસ્તે ટ્રમ્પ
આ કાર્યક્રમ તારીખ 24/02/2020ના રોજ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ (અમદાવાદ)ખાતે યોજાવામા આવ્યો હતો.
આ વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન અમેરિકાનાં રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ દ્ધારા કરવામાં આવ્યું હતું.આ વૈશ્વિક સ્તરે ખૂબ મોટી બાબત છે.
ગુજરાતમાં આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પ(સહ પરિવાર) ભવ્ય સ્વાગત અમદાવાદ એરપોર્ટ કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ પર સ્વાગત માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, અન્ય ઉરચ અધિકારીઓ,અને ડોનાલ્ડ ટ્રમ્પ ની પુત્રી પણ તેમના સ્વાગત માટે તેઓ પણ લાઇન માં ઉભા રહ્યા હતા.તયારબાદ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ને ગળે મળીને સ્વાગત કર્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર અમેરિકાથી સીધા જ ગુજરાતન આવતાં હોવાથી,અને તેમના આ પ્રવાસની શરૂઆત તેમણે ગુજરાતથી કરી હતી . અમેરિકા જેવા દેશના પ્રમુખને દિલ્હીને બદલે સીધા અમદાવાદ આવે તે ખૂબ જ મોટી વાત છે,અને
ગુજરાતનું વિશ્વસ્તરે ખૂબ મોટી વાત છે. ગુજરાત આખું અમેરિકી રાષ્ટ્રપ્રમુખની શ્રી ડોનાલ્ડ ટ્રમ્પઅને તેમની પત્ની મેલેનિયા ટ્રમ્નું સ્વાગત અભિવાદન કરવા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ ઉમટી પડ્યા હતા.
લાખો લોકોની સંખ્યામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, અને
વિશ્વના બે શક્તિશાળી દેશોનાં વડાઓ નું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું,અને આ એક મોટી ઐતિહાસિક ક્ષણ બની હતી. એરપોર્ટ થી મોટેરા સ્ટેડિયમ સુધીના માર્ગ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિ સાથે લોકોએ આ અભિનેતાઓને આવકાર ભવ્ય અભિવાદન કર્યું હતું. તથા શ્રી નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનવા જઈ રહ્યું છે, અને નવા ભારતના નિર્માણમાં અમેરિકાના પ્રમુખની આ યાત્રાનો પ્રારંભ ગુજરાતની ધરતી પરથી કર્યો હતો. તે સાડા છ કરોડ ગુજરાતીઓ માટે એ ગૌરવની બાબત હતી,
અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અને શ્રીમતી મેલેનિયા ટ્રમ્પ સોપ્રથમ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી, જેમા સૈપ્રથમ બાપુની તસવીરને સુતરની બનેલી માળા દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી.
ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાન શ્રી અને અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેરિયા ટ્રમ્પ નું સ્વાગત સાબરમતી આશ્રમના ટ્રસ્ટી શ્રી કાર્તિકેય સારાભાઈ એ સ્વાગત કર્યું હતું.તેમનુ સ્વાગત ખાદી માંથી બનાવેલ શાલ દ્ધારા કરવામાં આવ્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની મુલાકાત પોથીમાં તેમણે પોતાનો સંદેશો લખ્યો હતો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ને ગાંધીઆશ્રમ સંબંધિત જાણકારી આપી હતી અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલેરિયા ટ્રમ્પ ને ભેટમાં ચરખો આવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ને ત્રણ વાંદરા ની પ્રતિકૃતિ અર્પણ કરી હતી, ત્યારબાદ તેમણે ત્રણેય ગાંધીઆશ્રમની આગળના આંગણામા બેસી ફોટાઓ પડાવ્યા હતા.
વિશ્વના બે મજબૂત અને લોકપ્રિય નેતા ના સત્કાર માટે લાખો લોકો ઉત્સાહ અને ઉમંગથી આ કાર્યક્રમમાં જોડાયા હતાં, વિશ્વનો સૌથી મોટા અને ભારતના સર્વપ્રથમ ક્રિકેટ મોટેરા સ્ટેડિયમમાં અમેરિકાના પ્રેસિડન્ટ અને ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવ્યા હતા, ગુજરાત ભરમાંથી આ કાર્યક્રમ માટે વિશાળ સંખ્યામાં લોકો આવ્યા હતા, તે માનવમેદની થી સ્ટેડિયમ ભરાયેલું હતું,
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ખાતે ગુજરાત ભરમાંથી લાખો લોકોએ ઉપસ્થિત રહીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલેનિયા ટ્રમ્પ નું અભિવાદન કર્યું હતું, ભારત અને અમેરિકાની સ્વાભાવિક મિત્રો ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નો ભારતના વિશેષ મિત્ર તરીકે ઉલ્લેખ કર્યો હતો,
ભારત મુલાકાતથી અને અમેરિકા વચ્ચેના સારા સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો હતો, અમદાવાદમાં વિશ્વના નવા સૌથી મોટા તેમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતા શ્રી મોદીએ નવા દાયકામાં મોટા પ્રસંગ સમાન ગણાવ્યો હતો, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમ ખાતે જણાવ્યું હતું, કે તેમણે સ્ટેડિયમ હાજર સમગ્ર જનતાને ભારત માતાકી જય ના સંબોધનથી વાતની શરૂઆત કરી હતી
દરેક નાગરિકને સંદેશ આપતા જણાવ્યું હતું, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જણાવ્યું હતું કે અમેરિકા ભારત ને ચાહે છે અમેરિકા ભારતનું સન્માન કરે છે અને અમેરિકા હંમેશા ભારતીયો માટે નિષ્ઠાવાન અને વિશ્વાસપાત્ર રહેશે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ લાખો લોકો નો આભાર માન્યો હતો.
આમ જ્યારે આ કાર્યક્રમમાં એ વૈશ્વિક સ્તરે વિશ્વવિખ્યાત બન્યો હતો.આ કાર્યક્રમ નિહાળવા લાખોની સંખ્યામાં લોકો આવ્યા હતા, અને વિદેશથી પણ લોકો આવ્યા હતા. કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ મીડિયા,અને અમેરિકા થી આવેલા મહેમાનોને પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.આમ જ્યારે વિશ્ર્વનુ સૌથી મોટું સ્ટેડિયમમાં મોટેરા આંખે જોઇને પણ માનવામાં ન એવો ઈતિહાસ રચી નાખ્યો છે.કે વિશ્ર્વના બે શક્તિવાળી દેશોનાં બંને વડાઓ એક મંચ ઉપર જોવા મળશે.એ એક આશ્વર્યચકિત કરી નાખે તેવી બાબત હતી.
No comments:
Post a Comment
Welcome